હોમ>human insulin/soluble insulin
Human Insulin/Soluble Insulin
Human Insulin/Soluble Insulin વિશેની માહિતી
Human Insulin/Soluble Insulin કેવી રીતે કાર્ય કરે
Human Insulin/Soluble Insulin ઇન્સુલિન છે. તે શરીર દ્વારા પેદા થતા ઇન્સુલિનની જેમ કામ કરે છે. ઇન્સુલિન સ્નાયુમાં અને ચરબીના કોષમાં ગ્લુકોઝના પુનઃસેવન માટે માર્ગ કરી આપે છેતેમજ યકૃતમાંથી ગ્લુકોઝની વિમુક્તિ અવરોધે છે.
Common side effects of Human Insulin/Soluble Insulin
લોહીમાં સાકરનું સ્તર ઘટવું, ઇન્જેક્શનની જગ્યાએ એલર્જિક પ્રતિક્રિયા
Human Insulin/Soluble Insulin માટે ઉપલબ્ધ દવા
Human Insulin/Soluble Insulin માટે નિષ્ણાત સલાહ
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ; જો તમે કિડની અથવા યકૃતની સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોવ; ડાયાબિટીસ હોય તો ઈન્સ્યુલિન ગ્લેરગાઈન લેવા દરમિયાન વિશેષ પૂર્વસાવચેતીઓ લેવી.
- ઈન્સ્યુલિન લેવા દરમિયાન દારૂ પીવો નહીં.
- જો તમને કોઈપણ એલર્જીક પ્રતિક્રિયાઓનો અનુભવ થાય, જેમ કે લાલાશ, સોજો, ઈંજેક્ષન આપ્યાની જગ્યા પર ફોલ્લી અને ખંજવાળ, ત્વચા પર ફોલ્લી, ખંજવાળ અથવા ઝીણી ફોલ્લીઓ, ગળામાં સસણી જેવો અવાજ થવો અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી, ચહેરા, હોઠ, જીભ અથવા શરીરના અન્ય ભાગો પર સોજો; અથવા લોહીમાં ઓછી સાકરના સ્તરનો અનુભવ થાય, જેના લક્ષણો ઠંડીમાં પરસેવો થવો; ઠંડી નિસ્તેજ ત્વચા, માથાનો દુખાવો, હૃદયના ઝડપી ધબકારા, બિમારીની લાગણી થવી, ખૂબ ભૂખ લાગવી, દૃષ્ટિમાં કામચલાઉ ફેરફાર, સુસ્તી, અસામાન્ય થકાવટ અને નબળાઈ; ગભરાટ અથવા ધ્રૂજારી, ચિંતાની લાગણી થવી, મુંઝવણની લાગણી થવી, ધ્યાન આપવામાં મુશ્કેલી તો દવા બંધ કરી અને તત્કાલ તમારા ડોકટરનો સંપર્ક કરો. તમારા ડોકટરને પૂછો કે તમે કાર અથવા મશીન ચલાવી શકો છો કે કેમ; જો તમને વારંવાર હાઈપોગ્લાયસેમિયા (લોહીમાં સાકરના ઓછા સ્તર); અથવા જો તમને હાઈપોગ્લાયસેમિયા (લોહીમાં સાકરના ઓછા સ્તર) ને ઓળખવાનું મૂશ્કેલ જણાય.
- વિટામિનો અને હર્બલ પૂરકો સહિત તમે લો તેવી તમામ દવાઓ વિશે તમારા ડોકટરને જણાવો.
- તમે શસ્ત્રક્રિયા કરાવી હોય, જેમાં દાંતની શસ્ત્રક્રિયાનો પણ સમાવેશ થાય છે તો તમારા ડોકટરને જણાવો કે તમે ઈન્સ્યુલિનનો ઉપયોગ કરી રહ્યા છો.
- ઈન્સ્યુલિનની બનાવટો ત્વચાની નીચેના સ્તરે દાખલ કરવા બનાવાઈ છે. નસ કે સ્નાયુમાં દાખલ કરવી નહીં.
- ઈન્સ્યુલિનને 90 ડિગ્રીના ખૂણે દાખલ કરવું જોઈએ. ઈંજેક્ષન માટેની શ્રેષ્ઠ જગ્યા ઉપરની બહારની જાંઘ, હાથમાં ઉપરનો ભાગ, કૂલા અને પેટ છે.
- દરેક ઈંજેક્ષન સાથે, ગુમડા કે ત્વચા કઠણ થવાના જોખમને ઘટાડવા ખાસ કરીને તે જગ્યાની અંદર ઈંજેક્ષની જગ્યા બદલો. તમારે તમારા લોહીમાં સાકરની તપાસ કેટલીવાર કરાવવી જોઈએ તે માટે તમારા ડોકટરની સલાહ લેવી.
- જો ઈન્સ્યુલિનની બનાવટ સ્પષ્ટ અને રંગવિહિન ના દેખાય તો અથવા તેમાં કણ સમાવિષ્ટ હોય તો ઉપયોગ કરવો નહીં.
- લોહીમાં ઓછી સાકરને નિવારવા ઈંજેક્ષન લીધાના 30 મિનિટની અંદર કાર્બોહાઈડ્રેટ ધરાવતું ભોજન કે નાસ્તો ખાવો. જો તમને હાઈપોગ્લાયસેમિયાના કોઈપણ લક્ષણોનો અનુભવ થાય તો તમારે સાકર કે કાર્બોહાઈડ્રેટ ખાઈને તત્કાલ તમારા લોહીમાં સાકરને વધારવું જરુરી બને છે.
- જો તમે લોહીમાં સાકરના નીચા/ઊંચા સ્તરથી પીડાતા હોવ અથવા ઈન્સ્યુલિનના ઉપચાર હોવ તે દરમિયાન તમને તમારી દૃષ્ટિ સાથે સમસ્યા હોય તો ડ્રાઈવિંગ કરી રહ્યા હોવ અથવા મશીન સાથે કામ કરી રહ્યા હોવ તે દરમિયાન પૂર્વ સાવચેતી રાખવી જોઈશે કેમ કે તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની અથવા પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ઘટી શકશે.