હોમ>insulin isophane/nph
Insulin Isophane/NPH
Insulin Isophane/NPH વિશેની માહિતી
Insulin Isophane/NPH કેવી રીતે કાર્ય કરે
Insulin Isophane/NPH ઇન્સુલિન છે. તે શરીર દ્વારા પેદા થતા ઇન્સુલિનની જેમ કામ કરે છે. ઇન્સુલિન સ્નાયુમાં અને ચરબીના કોષમાં ગ્લુકોઝના પુનઃસેવન માટે માર્ગ કરી આપે છેતેમજ યકૃતમાંથી ગ્લુકોઝની વિમુક્તિ અવરોધે છે.
Common side effects of Insulin Isophane/NPH
લોહીમાં સાકરનું સ્તર ઘટવું, ઇન્જેક્શનની જગ્યાએ એલર્જિક પ્રતિક્રિયા
Insulin Isophane/NPH માટે ઉપલબ્ધ દવા
Insulin Isophane/NPH માટે નિષ્ણાત સલાહ
- જો તમને કોઈપણ એલર્જીક પ્રતિક્રિયાઓ જેમ કે લાલાશ, સોજો, ઈંજેક્ષન આપ્યાની જગ્યા પર ફોલ્લી અને ખંજવાળ, ત્વચા પર ફોલ્લી, ખંજવાળ અથવા ઝીણી ફોલ્લી, ગળામાં સસણી જેવો અવાજ થવો અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી, ચહેરા, હોઠ, જીભ અથવા શરીરના અન્ય ભાગો પર સોજોનો અનુભવ થાય તો ઈન્સ્યુલિન આઈસોફેન લેવાનું બંધ કરવું.
- જો તમને લોહીમાં ઓછી સાકરના સ્તરનો (હાઈપોગ્લાયસેમિયા) અનુભવ થાય, જેના લક્ષણો ઠંડીમાં પરસેવો થવો; ઠંડી નિસ્તેજ ત્વચા, માથાનો દુખાવો, હૃદયના ઝડપી ધબકારા, બિમારીની લાગણી થવી, ખૂબ ભૂખ લાગવી, દૃષ્ટિમાં કામચલાઉ ફેરફાર, સુસ્તી, અસામાન્ય થકાવટ અને નબળાઈ; ગભરાટ અથવા ધ્રૂજારી, ચિંતાની લાગણી થવી, મુંઝવણની લાગણી થવી, ધ્યાન આપવામાં મુશ્કેલીનો અનુભવ થાય તો વિશેષ સાવચેતી રાખવી.
- વિટામિનો અને હર્બલ પૂરકો સહિત તમે લો તેવી તમામ દવાઓ વિશે તમારા ડોકટરને જણાવો, ખાસ કરીને TZD (થીઆઝોલિડાઇનડિઓન) તરીકે કહેવાતી એક સામાન્ય જે એન્ટિડાયાબિટીક તરીકે વપરાય છે.
- ઈન્સ્યુલિન આઈસોફેનની બનાવટ ત્વચાની નીચેના સ્તરે દાખલ કરવા બનાવાઈ છે, નસ કે સ્નાયુમાં દાખલ કરવી નહીં.
- ઈંજેક્ષન આપવાની જગ્યા ઉપલા બાવડાં (ડેલ્ટોઈડ), પેટ, કુલા અને જાંઘના વિસ્તારમાં બદલાતી રહેવી જોઈશે, એક ઈંજેક્ષનથી બીજું ઈંજેક્ષન એવી રીતે આપવું જોઈએ કે દરેક જગ્યા 1 થી 2 અઠવાડિયામાં એક કરતાં વધુ વખત ના આવે; આનાથી ઈંજેક્ષન આપવાની જગ્યા પર ત્વચામાં ફેરફાર ઘટે છે.
- ઈન્સ્યુલિન કે ઈન્સ્યુલિન આઈસોફેનની બે બનાવટો મંદ કે મિશ્રણ કરવી નહીં. એ વાતથી પણ વાકેફ રહેવું કે સાર્મથ્ય, ઉત્પાદક, પ્રકાર, મૂળભૂત, અથવા બનાવટની પધ્ધતિમાં કોઈપણ ફેરફાર ડોઝમાં બદલાવ લાવી શકશે.
- કાર્ટ્રિજ લોડ કરવા માટે, સોય જોડવા માટે, સલામત પરીક્ષણ કરવા માટે અને ઈન્સ્યુલિન ઈંજેક્ષન આપવા માટે ઈન્સ્યુલિન આઈસોફેન શીશી / કન્ટેઈનર સાથે પૂરી પાડવામાં આવેલી સૂચનાઓ વાંચો અને અનુસરો.
- જો તમને હાઈપોગ્લાયસેમિયાના કોઈપણ લક્ષણોનો અનુભવ થાય (જેમ કે ઠંડીમાં પરસેવો, ઠંડી નિસ્તેજ ત્વચા, માથાનો દુખાવો, હૃદયના ઝડપી ધબકારા, બિમારીની લાગણી, ખૂબ ભૂખ લાગવી, દૃષ્ટિમાં કામચલાઉ ફેરફાર, સુસ્તી, અસામાન્ય થકાવટ અને નબળાઈ, ગભરાટ કે ધ્રૂજારી, ચિંતાની લાગણી, મુંઝવણની લાગણી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી) તો તમારે સાકર કે કાર્બોહાઈડ્રેટ ખાઈને તત્કાલ તમારા લોહીમાં સાકરને વધારવું જરુરી બને છે.
- જો તમે લોહીમાં સાકરના નીચા/ઊંચા સ્તરથી પીડાતા હોવ અથવા તમને તમારી દૃષ્ટિ સાથે સમસ્યા હોય તો ડ્રાઈવિંગ કરી રહ્યા હોવ અથવા મશીન સાથે કામ કરી રહ્યા હોવ તે દરમિયાન પૂર્વ સાવચેતી રાખવી જોઈશે કેમ કે તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની અથવા પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ઘટી શકશે.
- ઈન્સ્યુલિન આઈસોફેન લો તે દરમિયાન દારૂ પીવો નહીં.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ તો ઈન્સ્યુલિન આઈસોફેન લેવાનું બંધ કરવું.